મહારાષ્ટ્ર: શિવસેના-NCP, કોંગ્રેસ ગયા સુપ્રીમ કોર્ટના શરણે, આવતી કાલે સુનાવણી
મહારાષ્ટ્ર(Maharashtra) માં આજ સવારથી જે ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે તેનાથી મોટો રાજકીય ભૂકંપ આવી ગયો છે. જેના પગલે હવે શિવસેના મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારને સુપ્રીમ કોર્ટમાં લઈ જઈ રહી છે. શિવસેના(Shivsena) એ આજે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના મુખ્યમંત્રી પદે અને અજિત પવારે ડેપ્યુટી સીએમ પદે શપથ લીધા તે વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ(Supreme Court) માં અરજી દાખલ કરી છે.
મુંબઈ: મહારાષ્ટ્ર(Maharashtra) માં આજ સવારથી જે ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે તેનાથી મોટો રાજકીય ભૂકંપ આવી ગયો છે. જેના પગલે હવે શિવસેના, NCP અને કોંગ્રેસ મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારને સુપ્રીમ કોર્ટમાં લઈ જઈ એવા અહેવાલ છે કે સુપ્રીમ કોર્ટે અરજી સ્વીકારી લીધી છે. આવતી કાલે સવારે 11.30 વાગે સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ અરજી દાખલ કરીને મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના એ આદેશને રદ કરવાની માગણી કરી છે જેમાં તેમણે પ્રદેશમાં સરકાર બનાવવા માટે દેવેન્દ્ર ફડણવીસને આમંત્રિત કર્યા હતાં. આ સાથે જ સુપ્રીમ કોર્ટમાં એવી પણ અપીલ કરાઈ છે કે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને એવો આદેશ આપવામાં આવે કે તેઓ એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાના ગઠબંધનને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે આમંત્રિત કરે.
ત્રણેય પાર્ટીના વકીલ દેવદત્ત કામતે કહ્યું કે તેમણે સુપ્રીમ કોર્ટને આવતી કાલે જ ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપવાની માગણી કરી છે. અમને આશા છે કે સુપ્રીમ કોર્ટ અમને સાંભળશે. જો કે સુપ્રીમ કોર્ટે આ અરજીની સુનાવણી કાલે કરવાનું જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટ આ અરજી પર સુનાવણી આવતી કાલે 11.30 વાગે કરશે.
NCP નેતાઓ સમજાવવા ગયા તો અજિત પવારે કહ્યું- 'હું પીછેહઠ નહીં કરું, પાર્ટી BJPને કરે સપોર્ટ'
ઉદ્ધવે કહ્યું કે મારી શરદ પવાર સાથે વાત થઈ છે અને અમે સતત હાલાત પર ધ્યાન રાખી રહ્યાં છીએ. તમે વિશ્વાસ ન ગુમાવો. તમે ભરોસો રાખો કે આપણે હજુ બાજી હાર્યા નથી. 30 તારીખે ભાજપને આપણે બહુમત સાબિત કરવા દઈશું નહીં. સરકાર આપણી જ બનશે. હાલ આપણે બધાએ એકજૂથ રહેવાની જરૂર છે.
મહારાષ્ટ્રમાં પાછો ઉલટફેર! સવારે અજિત પવાર સાથે રહેલા ધનંજય મુંડે સાંજે NCP બેઠકમાં પહોંચ્યા
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube